Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફૂટવેરનાં ગોડાઉનમાં આગ લાગતાં દોડ-ધામ મચી

  • February 26, 2021 

બારડોલી નગરનાં ગાંધી રોડ પર દેસાઈ-વીલાની પાછળ આવેલી રેસીડેન્સીના બેઝમેન્ટમાં બુટ-ચંપલનું ગોડાઉન આવેલું છે. જેમાં રાત્રી દરમિયાન અચાનક આગ લાગતા ફ્લેટમાં રહેતા રહીશોમાં દોડ-ધામ મચી ગઈ હતી.

 

 

આ ઘટના અંગે બારડોલી ફાયર-બ્રિગેડને જાણ કરાતા સ્થળ પર આવી આગ બુઝાવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ગોડાઉનમાં મોટો જથ્થો હોવાથી આગ કાબુમાં આવી ન હતી. જેના કારણે વ્યારા, માંડવી, કામરેજ સહિતની ફાયર-બ્રિગેડની ટીમને પણ બોલવામાં આવી હતી. જયારે બીજી તરફ ફ્લેટમાં રહેતા રહીશોને સલામતીના પગલે ધ્યાનમાં રાખી ઉતારી લેવામાં આવ્યા હતા. બેઝમેન્ટનાં  ભોયરામાં ગોડાઉનમાં એકમાત્ર માર્ગ હોવાથી આગ કાબુમાં લાવવામાં મુશ્કેલી થવા છતા આગ પર કાબુ મેળવી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application