Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કચરાનાં ઢગલાની આગ ભંગારના ગોદામ સુધી પહોચતા સીલીન્ડર બ્લાસ્ટ થયો

  • March 07, 2021 

બારડોલી સુગર ફેક્ટરી સામે આવેલ ગરનાળા નજીક ભંગારનું ગોદામ ધરાવતા સલીમ અકબર મન્સૂરીના ગોદામની આસપાસ કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી હતી. આગના તણખા ભંગારના ગોદામ ઉપર પડતા જોતજોતમાં ભંગારના ગોદામમાં પણ આગ ફેલાઈ હતી. આ સમયે ગોદામમાં મુકેલ એલ.પી.જી.ગેસનો સીલીન્ડર અચાનક ફાટતા બ્લાસ્ટ સાથે સીલીન્ડર ઉછળીને નજીકની ચાની લારી ઉપર પડ્યું હતું.

 

 

 

આ બનાવ અંગે બારડોલી ફાયર-બ્રિગેડની ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોચેલા જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગની બનાવમાં કોઈપણ વ્યક્તિને જાનહાની થઈ ન હતી. પરંતુ આગની ઘટનામાં રૂપિયા 1.20 લાખનું નુકશાન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application