ગુજરાત સરકારે ઓફલાઇન શિક્ષણની જાહેરાત કરતા જ શાળાઓ કાર્યરત કરવામાં આવી છે જેને લઇ બારડોલી એસટી ડેપોએ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી વિદ્યાર્થીઓની બસ સેવા તાત્કાલિક શરૂ કરી ડેપોની આવક વધારવા પ્રયત્નો કર્યા છે. વિદ્યાર્થીઓ માટે બારડોલી એસટી ડેપોએ વિદ્યાર્થીઓની સવલત માટે 74 ટ્રીપ શરૂ કરી છે.
બારડોલી એસટી ડેપોએ શાળા શરૂ થતાંજ 1 વર્ષથી વધુ સમયથી બંધ ટ્રીપ શરૂ કરી ડેપોની આવક વધારવા પ્રયાસ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત અન્ય મુસાફરોને પણ આ સુવિધાથી રાહત થશે કોરોના સંક્રમણ ધીમે-ધીમે ઓછું થતા જનજીવન પાટે ચઢી રહ્યું છે અને રાજ્ય શિક્ષણ વિભાગે ઓન લાઇન શિક્ષણ બંધ કરી ઓફ લાઇન શિક્ષણ શરૂ કરતાં શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓના ટ્રાન્સપોટેશન માટે બારડોલી એસટી ડેપોએ બંધ પડેલા 74 જેટલી ટ્રીપ શરૂ કરી છે.
કોરોના કાળ દરમિયાન શેયક્ષણિક સંસ્થાઓ બંધ હતી ત્યારે બારડોલી ડેપો પર પાસની રોજિંદી આવક 4 થી 5 હજાર હતી જે શાળાઓ શરૂ થતાં હોવે રોજની એવરેજ આવક વધીને 30 હજારની આસપાસ થઈ છે જે હવે ધોરણ-6 થી 8ની શાળાઓ શરૂ થતા વધવાની શક્યતા જણાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500