બારડોલી તાલુકાની મઢી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં પ્રમુખ સમીર ભક્તાની સહકાર પેનલનો બહુમતીથી વિજય થયો હતો. પરિણામો જાહેર થયા બાદ તા.12/02/2021નાં દિને મઢી સુગર ફેક્ટરી ખાતે ચૂંટણી અધિકારીએ સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજી હતી. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ તરીકે તેમની જ પેનલના અલ્પેશભાઈ પટેલએ ઉમેદવારી કરી હતી.
પરંતુ આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમીર ભક્તાની સહકાર પેનલમાંથી જીતેલા જીતેન્દ્ર પટેલએ પ્રમુખ સમીર ભક્તા સામે મઢી સુગરના પ્રમુખ બનવા માટે ઉમેદવારી કરતા ભારે ગરમાટો ફેલાયો હતો.
પ્રમુખપદની ચૂંટણીનાં મતદા દરમિયાન બોર્ડ ઓફ ડીરેક્ટરનાં 20 મતોમાંથી સમીર ભક્તાને 13 મતો મળ્યા હતા. જયારે હરીફ ઉમેદવારી જીતેન્દ્ર પટેલને 20 માંથી 7 મતો મળતા તેમનો પરાજય થયો હતો. મઢી સુગરના પ્રમુખ તરીકે ફરી એકવાર સમીર ભક્તનો બહુમતિથી વિજય થયો હતો. ઉપપ્રમુખ તરીકે સમીર ભક્તાની પેનલના અલ્પેશભાઈ પટેલે ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી સામે કોઈએ ઉમેદવારી નહિ કરતા અલ્પેશભાઈ પટેલ મઢી સુગરના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500