Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના કાળમાં બંધ થયેલ બસો ફરી શરૂ ન કરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા

  • May 11, 2022 

બારડોલી તાલુકાના મઢી ગામેથી ઉપડતી અને વાયા મઢી થઈને જતી બસનો કારણે મઢી પંથકના લોકો માટે નોકરી, ધંધા, શિક્ષણ માટે રાહત હતી. પરંતુ કોરોના કાળમાં એસટી રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતાં. જે ફરીથી શરૂ ન કરતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં ડેપો મેનેજર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતાં નથી. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતા કોઈ પરિણામ ન મળતાં હવે આંદોલનનો માર્ગ અપવનાવવા સ્થાનિક જનતા વિચારી રહી છે. હાલમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય મણસની કમ્મર તોડી નાંખી છે.



તમામ વસ્તુઓના ભાવ વધારાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે એસટી બસમાં મુસાફરી કરતા નોકરિયાત વર્ગ કે મજૂર વર્ગને પૂરતા પ્રમાણમાં એસટીની સુવિધા ન મળતાં તેઓ ખાનગી વાહનોનો સહારો લેતા તેનું આર્થિક ભારણ પડી રહ્યું છે. બારડોલી તાલુકાના મઢી ખાતેથી ઉપડતી અને વાયા મઢી થઈને જતી બસો કોરોના કાળમાં બંધ થયા બાદ ફરી શરૂ ન કરતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.



જેમાં રોજિંદા બારડોલી, જોળવા, તાંતીથૈયા, કડોદરા, સુરત અપડાઉન કરનાર નોકરિયાત અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસના રૂટો ફરી શરવા માટે બારડોલી, માંડવી, સુરત ડેપોમાં અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ યોગ્ય ઉકેલ લાવી શક્યા નથી. જેથી મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે મુસાફરો અને સ્થાનિલ જનતા આંદોલનની ચીમકી ઉચ્ચારી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application