બારડોલી તાલુકાનાં સેજવાડ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-53 પરથી સુરત જીલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાં ચોરખાનું બનાવી મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો બારડોલી તરફ લઈ જઈ રહ્યા હતા તે સમયે પોલીસે ટેમ્પોને અટકાવીની કોશિશ કરતા ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરતા ટેમ્પો ચાલક સેજવાડ ગામમાં ટેમ્પો છોડી ભાગી છુટ્યો હતો.
સુરત જીલ્લા એલસીબી પોલીસની ટીમ બારડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ બાતિમાના આધારે, સેજવાડ ગામની નજીક નેશનલ હાઈવે નંબર-53 ઉપર વોચ ગોઠવી હતી ત્યારે આઈસર ટેમ્પો નંબર એમએચ/04/એફપી/3153 આવતા પોલીસ તેણે અટકાવવાની કોશિશ કરી હતી. જોકે, ટેમ્પો ચાલક યુ-ટન લઈ ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરતા ચાલકે ટેમ્પો સેજવાડ ગામની નજીક પેટ્રોલપંપ પાસે ટેમ્પો મૂકી ખેતરમાં ભાગી છુટ્યા હતો.
પોલીસે ટેમ્પોમાં બેસેલા અન્ય એક વ્યક્તિ કનૈયાલાલ કીપાશંકર મોર્યા (રહે.સુરત)ને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોલીસે ટેમ્પોની પાછળના ભાગે તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂ તેમજ બીયરની 384 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,34,400/- હતી. પોલીસે 3,89,890/-નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિપુલ તેમજ ભરાવનાર રાજુ પાવર તેમજ ચાલકને વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500