બારડોલીના ધામદોડ ગામની સરદાર વિલા સોસાયટીમાં રહેતા રિતેશ હસમુખ ટેલર (ઉ.વર.33) પલસાણા ખાતે ખાનગી મિલમાં નોકરી કરી પોતાના પરિવારમાં પત્ની, 5 વર્ષના પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રોજ રિતેશ ટેલર નોકરી પર પહોંચ્યા બાદ પત્ની ફોન કરી જાણ કરતો હતો. આમ રાબેતા મુજબ સવારે ઘરેથી નીકળ્યા બાદ ફોન નહીં આવતા પત્નીએ ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતા તેની મિલમાં અને અન્ય એક સાઇટ પર પાર્ટટાઈમ નોકરી કરતો હોય ત્યાં તપાસ કરાવી તો ત્યાં પણ રિતેશ પહોંચ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પરિવારજનોએ શોધખોળ કરતાં તેનું બાઇક નંબર જીજે/5/એસજે/0060 બારડોલી પલસાણા નેશનલ હાઇવે નંબર-53 પર મીંઢોળા નદીના પુલ પરથી મળી આવ્યું હતું.
આથી ફાયર-બ્રિગેડને જાણ કરતાં બારડોલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ફાયર-બ્રિગેડની ટીમે નદીમાંથી યુવકની લાશ બહાર કાઢી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહનો કબ્જો લીધો હતો અને તપાસ હાથ ધરી હતી. રીતેશ પાસેથી મળેલ સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, કાયમી નોકરી ન હોવાથી તેના ટેન્શનમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે હાલ કાર્યવાહી ચાલુ હોય હજી સુધી પોલીસે સ્યૂસાઇડ નોટ જાહેર કરી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application