નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર શાળાનાં બાળકો રમતા રમતા ભણે તે બાબતને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળકોને અધ્યયન-અધ્યાપક પ્રક્રિયામાં વધુને વધુ રમતનું તત્વ સામેલ કરીને સક્રિય અને આનંદદાયક શિક્ષણ પ્રદાન કરવાની વાત “મનકી બાત” કાર્યાલયમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કરી હતી. જેને પહેલરૂપે સ્વીકારીને ગુજરાતના શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલય તથા ભારત સરકાર દ્વારા રાષ્ટીય કક્ષાના “રમકડા મેળા”નું આયોજન કરવામાં આવેલ છે.
આ ટોયફેસ્ટીવલ-2021માં ગુજરાતના દરેક તાલુકા અને જીલ્લા કક્ષાએથી અનેક શિક્ષકો, પ્રોફેસરો, ઉઘોગ સાહસિકો, એન્ટરપ્રિન્ચોર વ્યક્તિઓ પાસેથી રમકડા અંગેના પ્રેઝનટેશન લેવામાં આવ્યા હતા. જેમાં બારડોલીની મદ્રેસા હાઈસ્કુલનાં શિક્ષક શ્રી ચિરાગભાઈ પોપટની પસંદગી રાજયકક્ષાએ થઈ હતી. તેમણે બનાવેલ રમકડું “વન ટુ ચા ચા ચા” કોઈપણ ધોરણમાં કોઇપણ વિષય શીખવાડવામાં ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. કોઈપણ ધોરણના શિક્ષક આનો ઉપાયોગ કરી શકે છે. જેમાં માત્ર 30 રૂપિયાનો ખર્ચ થતો હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં પણ આ રમકડાના વ્યાપક ઉપયોગની સંભાવના છે. આ રમકડાની મદદથી બાળક મનોરંજન સાથે અઘરામાં અઘરા વિષય શીખવામાં સક્ષમ બંને છે સાથે તેણે વિષય અભીરૂપ પણ વધે છે.
તાજેતરમાં ગાંધીનગર મુકામે જીસીઈઆરટી ભાવનામાં તેમણે નિર્ણાયકો સક્ષમ કૃતિ રજુ કરી હતી. જે હવે રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થઈ છે. આવનારા સમયમાં ભારતમાં સરકાર દ્વારા યોજનારા રાષ્ટ્રીય ટોયફેસ્ટીવલમાં બારડોલીની આ કૃતિ રાષ્ટ્ર કક્ષાએ થી રજુ થશે. જે સમગ્ર બારડોલી પંથક અને દક્ષિણ ગુજરાત માટે ગૌરવ રૂપ બાબત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500