હળપતિ સેવાસંઘ બારડોલી સંચાલિત ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય વાઘેચા ખાતે ગતરોજ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય વાઘેચાના આચાર્ય મીનાબેને સ્વાગત પ્રવચત કર્યુ હતું. ત્યારબાદ શિબીરમાં હાજર બારડોલીના એડવોકેટ એન.આર.પાટીલે પોસ્કો એક્ટ વિશે સમજ આપી હતી તથા એડવોકેટ એસ.એમ.વોરાએ સ્ત્રીઓને સહનશીલતા અને પ્રેરણાની વાતો કરી માહિતગાર કર્યા હતા. બારડોલીના એડીશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ બી.જી.ગોલાણીએ. ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ની વાતો કરી હતી.
તેમજ વાઘેચા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની છોકરીઓ અભ્યાસની સાથે સંસ્કારનું સિંચન કરી રહી છે તે ખુબ જ આવકારદાયક હોવાનું તેમણે જણાવ્યું હતું. તાલુકા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય સીની.સીવીલ જજ ડી.સી.જાનીએ માનસિક અને બીમાર વ્યકિતની માવજત અંગે અને સ્ત્રીઓને સમાન હકકની કાયદાકીય સમજ આપી હતી તેમજ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી પ્રફુલભાઈ પટેલે ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ વિશે રજુઆત કરી શિબીરમાં હાજર તમામ પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application