બારડોલી તાલુકાનાં તાજપોર ગામનાં આહીર ફળિયામાં રહેતા પરભુભાઈ ગોવિંદભાઈ આહીરને ત્યાં ગુરુવારે રાત્રીના સમય ગાળા દરમિયાન દીપડાએ સાતથી આઠ માસના ગાયના વાછરડાનો શિકાર કર્યો હતો.
ત્યારબાદ ફરી પાછું શુક્રવારે સવારે પરભુભાઈ દૂધ કાઢવા જતા હતા ત્યારે વાછરડાને મૃત હાલતમાં જોતા જ પરભુભાઈ એ ગામના સરપંચને જાણ કરી હતી. આથી સરપંચએ, ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ અને સામાજિક વનિકરણના બીટ ફોરેસ્ટ જાદવ આહીરને જાણ કરી હતી.
આથી જતીન રાઠોડ અને વનવિભાગની ટીમે તાજપોર ગામે જઈ તપાસ શરૂ કરતા ત્યાં દીપડાના પગમાર્ક જોવા મળી આવ્યા હતા અને મૃત વાછરડાના ગળા પરના ભાગે દીપડાના દાંતના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ જાદવ આહિરે પાંજરું મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500