સુરત જીલ્લાના બારડોલીના શાસ્ત્રીય નૃત્ય સંગીતના કલાગુરુ ત્વિષા વ્યાસની આગેવાની હેઠળ ગૃપે રાજસ્થાન રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ રાજસ્થાનના અલગ-અલગ શહેરમાં ગુજરાતની ઓળખ ગરબા, રાસ, પોપટિયું જેવા કાર્યક્રમો રજૂ કરી ગુજરાત તેમજ સુરત જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
રાજસ્થાન સરકારના રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગુજરાતમાંથી સુરત જીલ્લાના બારડોલીના ત્વિષા વ્યાસ વી.કિલ્લોલકુમાર ગૃપ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ અકાદમીને ગુજરાતના પ્રસિદ્ધ ગરબા તેમજ અન્ય યશવિ પારેખ રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી ત્વિષા સાથે અંજલિ પંચાલ, બ્રીજલ પરમાર, દિવ્યા પટેલ, પાયલ પરમાર, ધ્રુવી પારેખ, તેજલ પરમાર, વેલીસા પટેલ, દેવાંગી પંચાલ સાથે રાજસ્થાનના વિવિધ શહેરોમાં ગરબા તેમજ અન્ય કૃતિઓ રજૂ કરી હતી.
રાજ્યની સંગીત નાટક અકાદમી તેમજ રાજસ્થાન કલા સંસ્કૃતિ સાહિત્ય અને પુરાતત્વ વિભાગ જયપુર દ્વારા ગ્રામ પંચાયત મન્ડાપૂરા તહસીલ પચપદરા દ્વારા આયોજિત લોકસંગીત સંધ્યા ભારતની લોક કલા સંસ્કૃતિ હસ્તશિલ્પ પર્યટનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ ગૃપે ગુજરાતના ગરબા રાસ, પોપટિયું, ડાકલા, ફાગણનૃત્ય, હુડો જેવી લોકનૃત્યકલાઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓને રાજસ્થાનમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500