ઝીલ પટેલ/બારડોલી : રવિવારના રોજ યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થિનીઓ વડોદરા તરફ પ્રવાસે જઈને આવ્યા બાદ કોરોના બોમ્બ ફૂટતા સંચાલકો પણ દોડતા થઈ ગયા છે.બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં બુધવારના રોજ સૌપ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સામૂહિક ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યુ હતું.
આરોગ્ય વિભાગ દ્વારા 488 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ હાથ કરવામાં આવ્યું હતું.જેમાં 57 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામને વિધાર્થી ને હોમ આઇસોલેટ કરાયા છે.તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય બંધ કરી કેમ્પસની તમામ કોલેજોએ ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી અનુસાર ઉકા તરસાડીયા યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી 100થી પણ વધુ વિદ્યાર્થિનીઓ રવિવારના રોજ વડોદરા નજીક આવેલા એક સ્થળે પ્રવાસે ગઈ હતી. જ્યાંથી પરત ફર્યા બાદ કોરોનાનો વિસ્ફોટ થયો હતો. પ્રવાસે ગયેલી વિદ્યાર્થીનીઓ જ મોટા ભાગે સંક્રમિત આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. માત્ર 7 જેટલા વિદ્યાર્થીઓને જ નોર્મલ શરદી જેવુ છે બાકી તમામ વિદ્યાર્થીઓમાં લક્ષણો જોવા મળ્યા નથી. જે વિદ્યાર્થીઓ ઘરે જવા માગતા હતા તેમને તેમના ઘરે મોકલી હોમ આઇશોલેશનની સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application