બારડોલી તાલુકાનાં રાયમ ગામનાં માહ્યાવંશી મહોલ્લામાં રહેતા વૃદ્ધ ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં ખાટલા પર બેઠા હતા ત્યારે પડોશમાં રહેતા એક ઈસમે તેના ખાટલા સાથે બાઇક અથડાવી દઈ ગાળાગાળી કરી હતી. અને ક્રિકેટ બેટ વડે માર મારતા વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. વૃદ્ધે બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં રાયમ ગામના માહ્યાવંશી ફળિયામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ દલપતભાઈ ભીખુભાઈ પરમાર સાંજે પોતાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ખાટલા પર બેઠા હતા. તે સમયે ફળિયામાં જ રહેલો મહેન્દ્ર ગોવિંદ પરમાર પોતાનું બાઈક લઈને ત્યાં આવ્યો હતો અને દલપતભાઈના ખાટલા સાથે બાઈક અથડાવી દીધી હતી. ત્યારબાદ તમને બહુ મોટી જગ્યા જોઈએ છે રસ્તાની વચ્ચે ખાટલો લઈને બેઠા છો એમ કહી ગાળાગાળી કરી ઢીકમુકકીનો માર મારવા લાગ્યો હતો.
આ સમયે મહેન્દ્રના પિતા ગોવિંદભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ક્રિકેટ બેટથી માર મારવા લાગ્યો હતો. મહેન્દ્રની પત્ની નીલમ અને માતા ગંગાબેન પણ લાત અને ઢીકમુક્કીનો માર મારતા દલપતભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. આથી તેની પત્ની નર્મદાએ વધુ મારમાંથી બચાવ્યો હતો. આ દરમિયાન દલપતભાઈને હાથમાં ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે દલપતભાઈએ મહેન્દ્ર પરમાર, નીલમ પરમાર, ગોવિંદ પરમાર અને ગંગા પરમાર સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500