બારડોલી તાલુકાનાં બાબેન ગામનાં ગોપાલ-નગરમાં રહેતા વિનોદભાઈ મગનભાઈ માહ્યાવંશી પત્ની હિનાબેન વિનોદભાઈ માહ્યાવંશી, પુત્રી નેહા તથા પરિવાર સાથે પોતાની મારુતિવાન નંબર જીજે/05/સીજી/9526માં કામરેજ તાલુકાનાં પરબ ગામે રહેતી પોતાની બહેન વીણાબેનનાં ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. વિનોદભાઈ અને તેમનો પરિવાર લગ્ન પ્રસંગ પતાવ્યા બાદ રાત્રે 10.30 વાગ્યે એના ગામ જવા માટે નીકળ્યા હતા.
તે સમય દરમિયાન ગંગાધરા ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરતા સમયે બારડોલી તરફથી પુર ઝડપે આવતી લકઝરી બસ નંબર જીજે/04/ઝેડ/0873એ વાનને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108ની મદદથી બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હિનાબેનનું તેમજ 10 વર્ષીય બાળકી ખુશીનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માત સર્જનાર લક્ઝરી ચાલકનું પલસાણા પોલીસે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500