બારડોલી વ્યારા નેશનલ હાઈવે ઉપર આવેલા અગાસીમાતા મંદિર નજીકના રસ્તા ઉપર બારડોલીથી વાંકાનેર ગામે જવા નીકળેલ બારડોલીની ચડ્પીર દરગાહના મુજાવર જાફર બાવાની મારુતિ ફન્તિએ કાર નંબર જીજે/19/એમ/5986ના વાહનમાં એન્જિનના ભાગમાં અચાનક ફટાકા ફૂટવાનો અવાજ આવતા વાહન ચાલક મુજાવર રસ્તાની સામે પાર આવેલા ગેરેજ ઉપર પોતાનું વાહન લઈ મરામત માટે જતા હતા. તે સમયે વાહનના એન્જિનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા ગણતરીની મિનિટોમાં જ આખું વાહન આગની લપેટમાં આવી જતા અફરતફરી મચી હતી.
આ બનાવ અંગે બારડોલીની ફાયર-બ્રિગેડને જાણ કરાતા ફાયર-બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને ટીમે પાણી સહીત ફોગીંગ કરી આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી પરંતુ વાહન બાલી જતા રૂપિયા 30 હજારનું નુકશાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application