બારડોલીના ધુલિયા ચાર રસ્તાથી પલસાણા જતાં નેશનલ હાઇવે પર બગાસ ભરેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ લગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રક દાદરીયા સુગર ફેક્ટરીથી બગાસ ભરી સરભોણ જઈ રહી હતી. ત્યારે બારડોલી નજીક હાઇવે પર ટ્રકની કેબિનના વાઈરિંગમાં શોર્ટ-સર્કિટ થતાં આગ લાગી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા બારડોલી ફાયર-બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ બૂઝવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને આગ બુઝાવામાં સફળતા મેળવી હતી. આ ઘટનામાં ટ્રક ચાલકનો બચાવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application