Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં ઉવા ગામ નજીક ટ્રકમાં આગ લગતા અફરાતફરી

  • March 28, 2021 

બારડોલી તાલુકાનાં ઉવા ગામ નજીક નેશનલ હાઇવે નંબર-53 પર એક ટ્રકમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.

 

 

 

સુરતથી મહારાષ્ટ્ર તરફ જઇ રહેલી એક ટ્રકમાં બપોરના સમયે ઉવા પાટિયા પાસે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર-બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ બૂઝવવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર ઓફિસર પી.બી.ગઢવીએ જણાવ્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application