Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાવાઝોડામાં દસ્તાન ગામે એક મકાન ધરાસાઈ થયું, પરિવારના તમામ સભ્ય સલામત

  • May 18, 2021 

પલસાણા તાલુકાના દસ્તાન ગામમાં હિન્દૂ ફળિયામાં રહેતી રીટાબેન સુકાભાઈ રાઠોડનું  મકાન આવેલ છે. રીટાબેન અને સુકાભાઈ ખેતરમાં છૂટક મજૂરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

 

 

રીટાબેનનું મકાન છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતું તેથી આવસ પગલે પંચાયતમાં રજુઆત બાદ નવું આવસ મંજુર કરવામાં આવ્યું હતું. જોકે, કોરોના મહામારીને કારણે હાલ આવસનું કામ સ્થગિત હતું. પરંતુ બે દિવસ પહેલા બપોરના સમયે રીટાબેન અને પરિવારના બાળકો ઘરમાં હાજર હતા ત્યારે વાવાઝોડામાં જર્જરિત થયેલ મકાન ધરાશય થઈ પડ્યું હતું અને આવસમાં હાજર પરિવાર એકએક બુમાબુમ કરતા આસપાસના લોકોએ દોડી આવી પરિવારના તમામ લોકોને ઘરની બહાર કાઢયા હતા. આ ઘટનામાં સદનસીબે પરિવારના સભ્યોને કોઈપણ ગંભીર ઈજા થઈ ન થતા તમામએ રાહતનો શ્વાસ લીધો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application