બારડોલીના કડોદ રોડ પર ધામડોદ ગામની સીમમાં આવેલી શ્રી રેસિડેન્સીમાં રહેતો રોહિત અમૃતભાઈ પટેલ (ઉ.વર્ષ 34) કડોદ રોડ પર જ આવેલા એક શોપિંગ સેન્ટરમાં પાનનો ગલ્લો ચલાવી પોતાની પત્ની અને એક સંતાન સહિતના પરીવારનું ગુજરાન ચલાવતો હતો. રોહિતભાઈની પત્ની અને બાળકને બાજુમાં આવેલી તેના સાળા યશસ્વીભાઈ અશોકભાઈ પટેલની સોસાયટીમાં લગ્ન હોય ત્યાં મૂકી આવી ઘરે પરત આવી ગયો હતો. ત્યારબાદ જમણવાર શરૂ થતાં પત્નીએ ફોન કરી જમવા આવવા માટે કહેતા આવું છું એમ કહી ફોન મૂકી દીધો હતો. અને પછી બપોરેનાં સમયે જમણવાર પૂર્ણ થવા છતાં રોહિત જમવા નહીં આવતા તેનો સાળો યશસ્વી તેને લેવા માટે ઘરે ગયો હતો.
પરંતુ દરવાજો અંદરથી લોક હતો અને ફોન કરવા છતાં પણ ફોન રિસીવ નહીં કરતાં આજુબાજુના લોકો સાથે ભેગા મળી દરવાજો ખોલતા તેની લાશ પંખા સાથે લટકતી જોવા મળી હતી. યશસ્વીએ તાત્કાલિક પરિવાર અને પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રોહિત કડોદ રોડ પર પાનનો ગલ્લો ચલાવતો હતો. પોલીસએ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રોહિતભાઈ એ દુકાન ભાડેથી રાખેલી હોય અને તેમાં માલ સામાન માટે લોન લીધેલી હતી, પરંતુ મંદીના કારણે ધંધો બરાબર ચાલતો ન હતો. આ કારણથી અથવા તો અન્ય કોઈ કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application