Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં ઉતારા ગામેથી 12 ફૂટ લાંબો અજગરને પકડી પાડ્યો

  • December 26, 2021 

બારડોલી તાલુકાનાં ઉતારા ગામે આવેલ એક પેપર મિલમાં મહાકાય અજગર નજરે પડતા આસપાસના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને અજગર અંગે બારડોલી ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી આશરે 12 ફૂટ લાંબો અજગરને ઝડપી પાડ્યો હતો. વિગત એવી છે કે, બારડોલી તાલુકાનાં ઉતારા ગામે આવેલ પેપર મિલમાં અજગર જોવા મળતા સ્થાનિક લોકોએ આ અંગે ફ્રેંડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટના પ્રમુખને જાણ કરતાં ટીમના સભ્યો તુરંત સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જોયું તો આ અજગરને જોવા માટે લોકટોળું ભેગું થયું હતું અને ટોળાંને દૂર કરી અજગરને સહી સલામત પકડી રેસક્યું સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ બારડોલી વન વિભાગના આર.એફ.ઓ સુધાબેન ચૌધરીને જાણ કરી હતી જેથી તેઓ રેસક્યું સેન્ટર પર આવ્યા હતા અને અજગરની લંબાઈ આશરે 12 ફૂટ અને વજન 32 કિલોગ્રામ હતું અને અજગરનો કબ્જો મેળવી તેને દૂર જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application