Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મઢી ગામમાં મીણબત્તીનાં અજવાળે જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા, 1 વોન્ડેટ

  • May 24, 2021 

બારડોલી તાલુકાનાં મઢી ગામના એક ખેતરમાં રાત્રિના સમયે મીણબત્તીના અજવાળે તીન પત્તીનો જુગાર રમી રહેલ ચાર વ્યક્તિઓને બારડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે એક વ્યક્તિને વોન્ડેટ જાહેર કર્યો હતો.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાનમળેલ બાતમીના આધારે, મઢી ગામનાં બેડી ફળિયામાં આવેલ ભવાની માતા મંદિરની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં રેઈડ કરી હતી.

 

 

 

તે દરમિયાન કેટલાક વ્યક્તિઓ ગોળકુંડાળું કરી મીણબત્તીના અજવાળે પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલ મનીષ શુક્કરભાઈ રાઠોડ, પ્રિયશ વિનોદભાઇ પટેલ, મુકેશ ઠાકોરભાઈ હળપતિ તેમજ અતુલ દલુભાઈ ચૌધરી તમામ રહે.બારડોલીનાઓને ઝડપી પાડ્યા હતા. બનાવમાં પોલીસે જુગારના સાધનો સહીત રોકડા રૂપિયા કબ્જે કરી શિવાભાઈ નામના ઈસમને વોન્ડેટ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application