બારડોલી પોલીસે લીનીયર બસ સ્ટેન્ડ પર મોબાઈલ ચોરી કરતી ટોળકીના ચાર ઈસમો મોબાઈલ ફોન તરીકે ચોરીને નાસતા હતા. તે સમય દરમિયાન અન્ય મુસાફરો અને સ્થાનિકોએ ચોર-ચોરની બુમાબુમ કરતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી અને ચારેયનો પીછો કરી પોલીસે પકડી લીધા હતા. ત્યારબાદ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ બસમાં ચઢતા રાહદારી પેસેન્જરોની નજર ચૂકવી કિંમતી ચીજો તેમજ મોબાઈલ ભીડનો લાભ લઈને ચોરી કરતા હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી 2 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં એક ઉપરાંત સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં 2, સચિન જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં 1 અને સલાબતપુરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો હતો.
પકડાયેલા 4 આરોપીઓના નામ
- સમીર સલીમ શાહ (હાલ રહે.સચિન,જી.આઈ.ડી.સી.સુરત, મૂળ રહે.ધુલિયા,મહારાષ્ટ્ર)
- રવિન્દ્ર દિલીપ પાટીલ (હાલ રહે.લીંબાયત સુરત, મૂળ રહે.ધુલિયા,મહારાષ્ટ્ર)
- રાકેશ સુરેજ મરાઠી (હાલ રહે.આસપાસ નગર સુરત, મૂળ રહે.અમલનેર,મહારાષ્ટ્ર)
- રાજુ ઉર્ફે વિક્કી ગુલાબ પાટીલ (રહે.ધુલિયા,મહારાષ્ટ્ર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application