સુરત જીલ્લાનાં બારડોલી નગર ખાતે આવેલ કાન ફળિયામાં તીન પત્તીનો જુગાર રમી રહેલ બે ઈસમોને બારડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કરી કુલ રૂપિયા 69 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બારડોલી પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ ધનસુખભાઈ કરસનભાઈ નાઓને મળેલ ખાનગી બાતમીનાં આધારે, કાન ફળિયામાં જીતુભાઈ ઉર્ફે જીતુ બાબરીના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે, બારડોલી પોલીસની ટીમે સ્થળ પર જઈ રેડ કરી હતી અને આ રેડ દરમિયાન કેટલાક વ્યક્તિઓ ગોળ કુંડાળું કરી જુગાર રમી રહ્યા હતા. તે પૈકી આકાશભાઈ સતિષભાઇ રાઠોડ (રહે,પટેલ ફળિયું,ભંડારીવાડ,બારડોલી) તથા રૂપેશ નવીનચંદ્ર ઢીમ્મર (રહે.કુંભારવાડ-પાછળ,બારડોલી) ઓને ઝડપી પાડ્યા હતા.
જ્યારે પોલીસની રેડ જોઈ ભાગી છૂટેલ નિખિલ ઉર્ફે ગુલાબ ઉર્ફે ગુલબો રમેશ ગામિત (રહે, કાનફળિયા,બારડોલી), આશુતોષ શૈલેષ દવે (રહે.સપ્ત્શ્રુંગી સોસાયટી,બારડોલી), તથા જીતુભાઈ ઉર્ફે જીતુ બાબરી રાઠોડ (રહે.કાન-ફળિયા,બારડોલી) ઓને વોન્ડેટ જાહેર કર્યા હતા. જ્યારે પોલીસને પકડાયેલ બે ઈસમો પાસેથી પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ એક મોટરસાઈકલ નંબર જીજે/19/બીસી/0559 એમ કુલ મળી રૂપિયા 69,000/નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500