Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી વિદેશી દારૂની 1236 બોટલો મળી આવી

  • February 19, 2021 

સુરત જીલ્લાનાં એલસીબી પોલીસની ટીમ બારડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ બાતમીનાં આધારે એક ઇનોવા કાર નંબર જીજે/21/એએચ/7194નો ચાલક કારમાં નવાપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરી બારડોલી તરફ આવી રહી હતી જેના આધારે એલસીબી પોલીસની ટીમે આફવા ગામની નજીક નેશનલ હાઈવે-53 ઉપર પેટ્રોલપંપ નજીક વોચ ગોઠવી હતી.

 

 

 

તે દરમિયાન બાતમી મુજબની ઇનોવા કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી જોકે કાર ચાલક કાર લઈ નવસારી તરફ ભાગવા લાગ્યો હતો. પોલીસે કાર ચાલકનો પીછો કરતાં તે વાઘેચ ગામની સીમમાં રોડની બાજુમાં કાર મૂકી અંધારાનો લાભ લઈ ખેતરમાં ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે ઇનોવા કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 1236 નંગ બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,00,800/-નો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકને વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application