બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે માંડવી તાલુકાનાં આંતરિયાડ ગામમાંથી પીડિત બહેનનો ફોન આવતા જણાવ્યુ કે, મારા પતિ વ્યસન કરી અવાર નવાર હેરાન કરે છે અને ઝગડા કરે છે. તેથી તેમના મદદ માટે ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી હતી. પીડિત બહેન સાથે વાતચીત કરતા પતિ કામધંધો કરવા જાય છે ત્યાંથી જે પગાર આવે છે જે પૈસા વ્યસનમાં પુરા કરતા હોઈ અને તેમના માતા-પિતાના મજૂરીના પૈસા માંગીને પણ નશો કરવા જાય પૈસા ના આપે તો ઝગડા કરે છે. પીડિત બેન મજૂરી કરી પોતાના પરિવારનું ભારણ પોષણ કરે છે.
તેમજ બાળકોને અભ્યાસ કરાવે છે. બેન મજૂરી કરી ઘરે આવે છે તો પતિ ઘરે ઝગડા કરી ગાળા ગાળી કરે અને મારઝૂડ કરવા લાગ્યા હોય. તેથી તેમના પતિ ને સમજાવવા ૧૮૧ની મદદ લીધી હોય. આમ, બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરેલ હતું. જયારે બેનના પતિને નશો કરવો એ ગુનો છે તેમજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જે વિશે સમજાવેલ. બેનના પતિએ પોતાની ભૂલ સ્વીકારી માંફી માગી હોઈ અને કાયદાકીય સલાહ આપી હતી. જયારે બેનને હેરાન ના કરે અને મારઝૂડ નહિ કરે તેની લેખિત બાંહેધરી આપી હતી. વ્યસમુક્તિ કેન્દ્ર વિશે સલાહ આપેલ અને બંને પતિ-પત્ની સાથે સુખદ નિરાકરણ કરવામાં આવતાં પીડિતાએ ૧૮૧નો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application