બનાસકાંઠાનાં ભાભર અને સુઈગામ તાલુકાના ભાભર, ચેમ્બુવા, ખરડોસણ, ચલાદર, ઉચોસણ અને મોરવાડા ગામના 80 જરૂરિયાતમંદ પરિવારોને એકાદશી અગિયારસ અને આજથી શરૂ થતાં દિવાળી પર્વના પહેલા શુભ દિવસ નિમિત્તે લોક પરબ દ્વારા કરૂણાકીટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું છે જેમાં બીજલબેન જગડ-ઘાટકોપર થાણા, ડીસ્ટ્રીકટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ-મુંબઈ અને જીપુના વિશાલ ગડાના સહયોગથી કરવામાં આવ્યું હતું. કરૂણાકીટમાં ખાંડ એક કિલો, ઘઉં સાડા ત્રણ કિલો, ચોખા બે કિલો, મસુરદાળ એક કિલો, ચણાદાળ બે કિલો, મગ ચાર કિલો અને તેલનો સમાવેશ થયો હતો. પરિવારના બાળકો માટે 500 ગ્રામ મિક્ષ ચવાણું આપવામાં આવ્યું હતું. જેમાં અમરતભાઈ મકવાણા અને દલાભાઈ રાઠોડના હસ્તે પરિવારોને કરૂણાકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલનની કામગીરી જેતસીભાઈ ગ્રામશિલ્પીએ કરી હતી. જેનો લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500