Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા સેવા સદનમાં ઉપવાસ અને ધરણા પર પ્રતિબંધ

  • September 29, 2022 

હાલ ગુજરાત રાજયમાં ઠે૨ ઠે૨ ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ ૫૨ બિન ૫૨વાનગીથી બેસવાની ઘટનાઓ વારંવા૨ બનવા પામેલ છે. તાપી જિલ્લામાં પણ નાગરીકો પોતાની માંગણી, રજુઆત ત૨ફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપ૨ પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાલનું ઓચિંતું અને મનસ્વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહે૨માર્ગ ૫૨ બાધા સર્જે છે.




જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. જેથી તાપી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ ૨હે તે હેતુસ૨ તેમજ જિલ્લા સેવા સદનના પરીસ૨માં વિવિધ વિભાગોની મોટાભાગની કચેરીઓ આવેલ હોવાથી સદર કચેરીઓમાં આવના૨ નાગરીકોને અડચણ ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તાપી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તાપી જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યના વિસ્તારને તા.13 ઓક્ટોબર સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે.




આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ કોઈએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહી, કોઈપણ વ્યકિતએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહી તેમજ કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે ન રાખવા,ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા કે સરઘસ જેવા કૃત્યો કરવા નહિ, અંગે ઉક્ત પ્રતિબંધિત વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.




આ હુકમ સરકારી નોકર કે સરકારની ફરજ પર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહી.આ હુકમ તા.13 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઇપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application