તા.20મી ઓક્ટોબરનાં રોજ તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં ગુણસદા ખાતે ભારતનાં પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમા ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય તથા રાજયકક્ષાનાં મંત્રીશ્રીઓ તથા અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામા જનમેદની ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમા મોટી સંખ્યામા બસો, ફોર વ્હીલ વાહનો, સોનગઢ ટાઉનમાંથી પસાર થઇ સભા સ્થળે આવનાર છે. જેથી કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે, તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૯ કલાકેથી સાંજનાં ૨૦ કલાક સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સાથે વાહનોને ડાયવર્ટ કરવા અંગેનુ જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ઉકાઇ તરફ સભા સ્થળ માટે આવતા અને એમ્બયુલન્સ સિવાયનાં તમામ વાહનોને તા.૨૦/૧૦/૨૦૨૨નાં રોજ કલાક ૯-૦૦ થી કલાક ૧૭-૦૦ કલાક સુધી સોનગઢ ટાઉનમા પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. તા.૨૦મી ઓક્ટોબરે ૯ વાગ્યેથી ૪ વાગ્યા સુધી સોનગઢ ટાઉનમા જતા વાહનો માટે નગરપાલિકા ત્રણ રસ્તાથી સોનગઢ ત્રણ રસ્તા તરફથી સોનગઢ નગરપાલિકા ત્રણ રસ્તા તરફ જઈ શકાશે.
તા.૨૦મી ઓક્ટોબરે ૯ વાગ્યેથી ૪ વાગ્યા સુધી દેવજીપુરાથી જુનાગામ થઈ વ્યારા તરફ આવતા વાહનો માટે નગરપાલિકા ત્રણ રસ્તાથી જુનાગામ થઇ આવતા રસ્તો વન-વે જાહેર કરી, નગરપાલિકા ત્રણ રસ્તા થી દેવજીપુરા જતા ટ્રાફિકને સેવાન્ટઓલ ચાર રસ્તાથી ઉકાઇ રોડ તરફ જવાશે. ઉકાઇ તરફ આવતા સભા સ્થળ માટે અને એમ્બયુલન્સ સિવાયના તમામ વાહનોને તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ કલાક ૯-૦૦ થી કલાક ૧૭-૦૦ કલાક સુધી સોનગઢ ટાઉનમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉપરાંત આહવા-ડાંગ, ઓટા થઇ ઓટા ચાર રસ્તા થઇ સોનગઢ ટાઉનમા સેન્ટ્રલ ચાર રસ્તા તરફ આવતા સભા સ્થળ (ઇમરજન્સી સિવાય) તમામ વાહનો ઓટા ચાર રસ્તા થઇ સર્વિસ રોડ થઇ વ્યારા તરફ જવાશે. ઘુલીયા-સુરત રોડ ઉપરથી સોનગઢ આર.ટી.ઓ. થઇ પરોઠા હાઉસ થઇ સોનગઢ સર્વિસ રોડ તરફ આવતા વાહનો ને સોનગઢ સર્વિસ રોડ તરફ આવતા સભાસ્થળ ફાયર અને ઈમરજન્સી સિવાય તમામ વાહનોને માટે વૈકલ્પિક માર્ગ સુચવેલ છે. આ જાહેરનામુ તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ સવાર ૯-૦૦ કલાકથી સાંજના ૨૦:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
જે વ્યકિત સરકારી નોકરીમા અથવા કામગીરીમા હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને, આવશ્યક સેવાના વાહનો તથા ઇમરજન્સી સેવાઓ, અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનો તેમજ ઉકત કાર્યક્રમમા ભાગ લેવા જનાર વાહનોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ, તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવી દ્વારા એક જાહેરનામુ બહાર પાડી જણાવાયુ આવ્યુ છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500