સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે પલસાણા તાલુકાનું ગામ પ્રભાવિત થયો હતો.જ્યાં મીંઢોળા નદીએ પણ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતા બલેશ્વર ગામ ખાતેની ખાડીનાપાણી ત્યાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતાની સાથેજ વહીવટીતંત્ર દ્વારા અંદાજે ૬૦ થી વધુ લોકો નું ફાયર બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૪૮ કલાકથી વરસી રહેલા વરસાદ ના કારણે લગ ભગ ગુજરાતના દરેક ડેમો ઓવર ફલો થઇ ગયા છે અને જેના કારણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી, નાળા ઓવર ફ્લો થયાં હતાં.જેથી કરી ને પલસાણા પંથકમાં ૯ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસતા વહેલી સવારથી જ વહીવટી તંત્ર સાબદુ બન્યું હતુ. અને બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીને અડીને આવેલા વિસ્તારમાં વધુ પાણી ફળી વળતા ત્યાં વિસ્તારમાં મોડી સાંજે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
બારડોલી ફાયરની ટીમે એક ટિમ બલેશ્વર ગામે અને બત્રીસ ગંગા ખાડીને અડીને આવેલા ટાંકી ફળયાના રહીશોનું સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરી હતી. અને જ્યાં અંદાજે ૫૦ થી વધુ ઘર ના રહીશો ને ગળાડૂબ પાણી માંથી રેસ્ક્યુ કરી બહાર લાવી સલામત સ્થળે પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા.અને જ્યાં મળતી માહિતી પ્રમણે પલસાણા પોલીસ, અને મામલતદાર સહિતના તંત્રના અધિકારી પણસ્થળ ઉપર પોહચ્યાં હતા અને લોકોની મદદ માટે બને તેલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને વધુમાં વધુ લોકોની મદદ કરતા રહેશે તેની સમીક્ષા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500