હાલમાં જ RBI દ્વારા એક્શન લેતાં બજાજ ફાઈનાન્સ,આરબીએલ બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ગત શુક્રવાર તા.13 ઓક્ટોબરના રોજ બજાજ ફાઈનાન્સ,આરબીએલ બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને RBIની સુચનાઓનું પાલન ન કરવા બદલ તેમને દંટ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકના કહેવા પ્રમાણે બજાજ ફાઈનાન્સ પર 8.50 લાખ રુપિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રુપિયા તથા આરબીએલ બેંક પર 64 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ કેટલીક સુચનાઓનું પાલન નથી કર્યું. કેટલાક પ્રોજેક્ટો માટે બેંકે કોરપોરેશનની ટર્મ લોન પાસ કરી છે અને તે મામલે બેંકે પ્રોજેક્ટ વિશે વધુ માહિતી મેળવ્યા વગર લોન પાસ કરી દીધી છે. વધુમાં બેંકે એ પણ ચેક નથી કર્યુ કે, આ પ્રોજેક્ટમાંથી કોઈ આવક (રેવન્યુ) ઉભી થશે કે નહીં. આ કિસ્સામાં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું નથી.
આરબીએલ બેંકે માર્ચમાં પુરા થતા ત્રણ ફાઈનાન્સિયલ વર્ષ 31 માર્ચ 2018, 31 માર્ચ 2019 અને 31 માર્ચ 2020 માટે તેના શેર હોલ્ડર્સ પાસેથી ફોર્મ Bથી ડિક્લેરેશન નથી લીધા. આ ત્રણ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં મુખ્ય શેરધારકોમાંથી એકની 'ફિટ ઓર પ્રોપર' સ્ટેટસને ચાલુ રાખવા માટે આરબીઆઈને સર્ટિફિકેટ નથી આપી શકી. એટલે બેંકને દંડ કરવામાં આવ્યો છે.આરબીઆઈના કહેવા પ્રમાણે, બજાજ ફાઈનાન્સ આરબીઆઈની સુચનાઓનું પાલન ન કરવા બદલ તેમજ કેટલાક કિસ્સામાં આરબીઆઈને છેતરપીંડીના રિપોર્ટમાં તેનુ કારણ જલ્દી ન આપતા બજાજ ફાઈનાન્સને દંડ ફટકારવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500