Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોર્ટમાં ગેરહાજર રહેતા રાણા દંપતી સામે જામીનપાત્ર વોરન્ટ

  • December 02, 2022 

માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનાં ખાનગી નિવાસસ્થાન માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની ઘોષણા કરનારા રાણા દંપતીએ કાયદો અને વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપસર દાખલ થયેલા ગુના સંબંધે કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ બંને સામે જામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. અમરાવતીનાં  સાસંદ નવનીતિ રાણા અને તેમના પતિ વિધાનસભ્ય રવિ રાણાને જામીન આપતી વખતે કોર્ટે સુનાવણી દરમિયાન હાજર રહેવાનો પણ આદેશ આપ્યો હતો.




જોકે ગત તા.11 નવેમ્બરે બંનેને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો, તેમ છતાં તેઓ હાજર રહ્યા નહોતા. વારંવાર આદેશ આપવા છતાં અનુપસ્થિત રહેવા બદલ કોર્ટે ગુરુવારે તેમની સામે જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું. વોરન્ટ જામીનપાત્ર હોવાથી આગામી સુનાવણીમાં હાજરી આપીને રૂપિયા 5 હજારના જામીન પર વોરન્ટ રદ કરાવી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application