Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ મે.આર્ડર ડ્રગ્સ પ્રા.લિ. ફેકટરીના આરોપી સંચાલકના જામીન રદ

  • November 27, 2020 

પ્રતિબંધિત ટ્રમડોલ ટેબ્લેટ્સના ઉત્પાદન-નિકાસ સાથે સંકળાયેલી સોનગઢની મે.આર્ડર ડ્રગ્સ પ્રા.લિ. વિરુધ્ધ કરેલા નાર્કોટીક્સ એકટના ભંગના કેસમાં સુરત ડીઆરઆઈએ જેલ ભેગા કરેલા મુંબઈવાસી કંપનીના આરોપી ડીરેકટરની જામીન મુક્તિની માંગને એડીશ્નલ સેશન્સ જજ રાજદિપસિંહ દેવધરાએ નકારી કાઢી હતી.

 

 

 

સુરત ડીઆરઆઈએ હજીરા પોર્ટ પરથી દક્ષિણ આફ્રીકામાં નિકાસ થઈ રહેલા બે કન્ટેઈનર્સની તપાસ હાથ ધરતાં તેમાં ફાર્માસ્યુટીકલના નામે પ્રતિબંધિત 15,20,000 ટ્રમડોલ ટેબ્લેટ્સનો જથ્થો ઝડપી પાડયો હતો.જેની આંતરરાષ્ટ્રીય કિંમત 3.58 કરોડ થતો હોઈ સોનગઢ સ્થિત મે.આર્ડર ડ્રગ્સ પ્રા.લિ. તથા મે.ઓર્લેન્ડો હેલ્થકેર કંપનીની પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન પ્રતિબંધિત ટ્રમડોલ ઉપરાંત એફીડ્રીન,સ્યુડોફેડ્રીનના ઉત્પાદન તથા નિકાસ સાથે કંપનીના સંચાલકો સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતુ.

 

 

 

જેથી કરોડો રૃપિયાના પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી ડીઆરઆઆઈ એ આરોપી સંચાલક હર્ષલ દેસાઈ,મેહુલ દેસાઈ,સુખદેવ પટેલ,તામેશ્વર પાટલે તથા મુંબઈ વાસી દેવેન્દ્રકુમાર આત્મારામ કેજરીવાલ (રે.લોખંડવાલા કોમ્પ્લેક્ષ,કાંદીવલી (ઈ)મુંબઈ) વગેરેની નાર્કોટીક્સ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.

 

 

 

આ કેસમાં જેલવાસ ભોગવતા મુંબઈવાસી આરોપી ડીરેકટર દેવેન્દ્રકુમાર કેજરીવાલે જામીન મુક્તિ માટે માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે આરોપી પોતે મે.આર્ડર ડ્રગ્સ કંપનીના સંચાલક પદેથી ઉપરોક્ત કાર્યકાળ પહેલા જ રાજીનામું આપી દીધું હોઈ ખોટી રીતે ગુનામાં સંડોવણી કરી છે.જેથી પ્રથમદર્શનીય કેસના અભાવે આરોપી સંચાલકે જામીન મુક્ત કરવા માંગ કરી હતી.

 

 

 

જેના વિરોધમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ડીઆરઆઈના ઈન્ટેલિઝન્સ ઓફીસર મધુસુદન સિંગની એફીડેવિટ રજુ કરી હતી. સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી ઉપરોક્ત સમયગાળા દરમિયાન કંપનીના સંચાલક પદે ચાલુ છે.આરોપી સંચાલકે અન્ય આરોપીઓના મેળા પિપણામાં પ્રતિબંધિત ડ્રગ્સના નિકાસના હેતુ માટે ઉત્પાદન કરવાના ષડયંત્રમાં સામેલ છે.આરોપીઓની વોટ્સ એપ ચેટ દ્વારા આ બાબતનો ખુલાશો થવા પામ્યો છે.

 

 

 

જેથી ગંભીર પ્રકારના ગુનાનો પ્રથમ દર્શનીય કેસના લીધે અન્ય આરોપીઓના જામીન પણ નકારવામાં આવ્યા હોઈ હાલના આરોપીના જામીન નામંજુર કરવા સરકારપક્ષે રજૂઆત કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપી દેવેન્દ્ર કેજરીવાલના જામીનની માંગને નકારી કાઢી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application