સુરતમાં ભાજપ કાર્યાલય બહાર આપ અને ભાજપના આગેવાનો-કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સહિત ૧૬ લોકોની જમીન અરજી પર આજે મંજુરીની મહોર લગાવવામાં આવી છે. આ તમામ આપના અગેવાનો પર ઉધના પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઇટાલિયા સહીત 16 લોકોના જામીન મંજુર
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ધારણા પર બેઠા હતા આ વેળાએ પોલીસે બળજબરી કરી હોવાની રાવ ઉઠી હતી. જે મામલે આપના આગેવાનો વિરોધ કરવા ભાજપ કાર્યાલય ખાતે ગયા હતા. આ તકે કાર્યાલય બહાર આપના આગેવાનો અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને પગલે પોલીસે દોડી જઈ ગોપાલ ઇટાલિયા મહામંત્રી મથુરભાઈ સહિતના 16 લોકોની ધરપકડ કરી હતી. ઉધના પોલીસે ફરીયાદી બની રાયોટિંગ હેઠળ ગુનો નોંધી કાર્યવહી કરી હતી. આ મામલામાં સંડોવાયેલ AAPના પ્રદેશ પ્રમુખ ઇટાલિયા સહીત 16 લોકોના જામીન મંજુર કરાયા છે.
શું હતો સમગ્ર મામલો ?
સુરત પાલિકા કચરી ખાતે આપનાં નગરસેવકો વિરોધ પ્રદર્શન કરતા હતા તે દરમિયાન પોલીસે ઘસી જઈ તમાંમને બહાર કાઢ્યા હતા. કોર્પોરેટરો સાથે ધક્કામુક્કી કરી મહીલાંઓ સાથે અણછાજતું વર્તન કર્યું હતું. જેને લઈને આમ આદમી પાર્ટીના અગેવાનોમાં આક્રોશનો જવાળા ભભૂક્યો હતો. આ મામલે વિરોધ કરવા ગોપાલ ઈટાલીયા, મહામંત્રી સહિત આપના આગેવાનો ભાજપ કાર્યલય ખાતે ગયા હતા જ્યાં મામલો બીચકતા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાને માર મારવામાં આવ્યો હતો અને પ્રમુખ ગોપાલ ઇટાલિયા પર ટપલીદાવની રાવ ઉઠી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500