રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કબેર ડીંડોરે ભાર વગરના ભણતરને લઈને એક ટ્વીટ કર્યું છે. ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ અભ્યાસ શરૂ કરાશે. જે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી 8માં 10 દિવસનો બેગલેસ પીરિયડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 10 દિવસ સુધી વિદ્યાર્થીઓ બેગ વગર શાળાએ આવશે.
આર્ટને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ ડેઝને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એટલા મોટા વજન સાથે બેગ લઈને આવતા હોય છે ક્યારેક તેમને પણ આ બેગ ઉઠાવવી મૂશ્કેલી લાગતી હશે. જો કે, બાળકો માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ગ 6 ની શરૂઆતથી જ વ્યાવસાયિક વિષયો શીખવવામાં આવે જેને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
જાણો ટ્વીટમાં શિક્ષણ મંત્રીએ શું કહ્યું
નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6થી 8 માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન સાથે વિવિધ પ્રવૃતિઓ તરફ ઉજાગર કરી તેમને પોતાના રસ અને વલણની ઓળખ કરાવવાના ઉમદા અભિગમ સાથે "બેગલેસ અભ્યાસ" શરૂ કરાશે, જેમાં સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ અને માટીકામ સહિતની પ્રવૃતિઓ શીખવવામાં આવશે. #NEP2020
આ પ્રવૃત્તિઓ સાથે બાળકોને જોડવામાં આવશે
નવી શિક્ષણ નીતિમાં ઓછામાં ઓછા 50 ટકા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ સાથે જોડવાની વાત છે. ત્યારે આ 10 દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વ્યાવસાયિક વિષયોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ સુથારીકામ, મેટલ વર્ક, ગાર્ડનિંગ, માટીકામ અને અન્ય પ્રવૃત્તિઓ શીખશે. આ ઉપરાંત બેગલેસ ડે દરમિયાન વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્મારકો અને મ્યુઝિયમની ટૂર પર પણ લઈ જવામાં આવશે. ગુજરાત પણ નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. દરેક વિદ્યાર્થી છઠ્ઠાથી આઠમા ધોરણ દરમિયાન એક કોર્સ લેશે. જેમાં સુથારીકામ,ઈલેક્ટ્રીકલ વર્ક,મેટલ વર્ક,બાગકામ,માટીકામ વગેરેનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500