Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખરાબ હવામાનને કારણે અમરનાથયાત્રા અટકાવવામાં આવી, રામબનમાં 6 હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા

  • July 09, 2023 

આજે ખરાબ હવામાનને કારણે ફરી એકવાર અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યાત્રામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. શુક્રવાર બાદ ગતરોજ અને હવે આજે પણ અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનથી નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે જેના કારણે ઉધમપુરમાં વાહનોની લાંબી લાઈનો લાગી છે. છેલ્લા ત્રણ દિવસથી ખરાબ હવામાનને કારણે યાત્રાને અટકાવવામાં આવી છે ત્યારે રામબનમાં 6 હજાર કરતા પણ વધારે યાત્રાળુઓ ફસાયેલા છે.



જિલ્લા પ્રશાસને કહ્યું કે અટવાયેલા મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે. ભૂસ્ખલનની ઘટનાને પગલે નેશનલ હઈવેને આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. 250 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ધોરી માર્ગ એ કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર માર્ગ છે, જ્યારે મુગલ રોડ જમ્મુના પુંછ જિલ્લાના બુફલિયાઝ શહેરને જમ્મુ અને કાશ્મીરના શોપિયન જિલ્લા સાથે જોડે છે. આ અગાઉ ગતરોજ રામબન જિલ્લામાં ટનલ 3 અને 5ને જોડતો માર્ગ પર ભૂસ્ખલનને કારણે નુકસાન થયુ હતું. હવામાન વિભાગે આજે જમ્મુમાં ભારે વરસાદની આગાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News