Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળકી બની અંધશ્રદ્ધાનો ભોગ : માતા-પિતાએ બાળકીની બીમારી દૂર કરવા ભૂવા પાસે લઈ જઈ ડામ દેવડવ્યા

  • November 12, 2022 

અત્યારના ડિજિટલ યુગમાં પણ ઘણા લોકો હજી અંધશ્રદ્ધાનો પીછો મૂકતા નથી. અવારનવાર બાળકો તેના મતા-પિતાનાં અંધશ્રદ્ધાને કારણે ભોગ બનતા હોય છે. હાલ તેવી એક ઘટના સામે આવી છે જેમાં બે વર્ષની બાળકીની તબિયત બગડતાં માતા પિતા તેને હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ ગયા અને ભૂવાએ ડામ દેવાનું કહ્યું તો અંધશ્રદ્ધામાં ડૂબેલા બે વર્ષની બાળકીનાં માતા પિતાએ તરત હામી ભરી અને બાળકીના શરીર પર ૬-૭ ડામ દીધા જેથી બાળકીની તબિયત બગડતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.


આ ઘટના જોડીયાના પીઠડ ગામની છે જ્યાં માતા પિતાએ પોતાની માત્ર ૨ વર્ષની બાળકીની બીમારી દુર કરવા માટે અંધશ્રદ્ધાના તરફ પ્રેરિત થયા હતા. આ બાળકીનું નામ સિયા છે જે માત્ર ૨ વર્ષની જ છે. આ બાળકીને ૭-૮ જેવા ડામ આપ્યા હતા. ડામ આપતા બાળકીની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતી.


આ અંગે મળતી વધુ વિગત મુજબ માસુમ બાળકી સિયાને એક માસ પહેલા તાવ આવતા તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તબિયત સ્થિર થતાં તેણીને રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ બાળકીને ફરી તાવ આવતા માતા સંગીતાબેને તેણીને નિષ્ણાત પાસે લઈ જવાના બદલે પાડોશમાં રહેતા ભુવા પાસે વિધિ કરાવવા ગયા હતા. જ્યાં ભૂવાએ બાળકીને ડામ આપવા પડશે તેવું કહેતા કાળા જાદુમાં ડૂબેલા માતા-પિતાએ પળવાર પણ વિચાર્યા કર્યા વગર ડામ આપવાની મજૂરી આપી દીધી હતી.



બાળકીને પડખાના ભાગે અને પેટના ભાગે સાતથી વધુ ધગધગતી સોઇનાં ડામ આપતા બાળકી ચીસો પાડીને રડતી રહી પરંતુ અંધશ્રદ્ધાના ભોગી તેના માતા અને પિતા આ કૃત્ય દેખતા જ રહ્યા હતા. આમ બાળકીને સાતથી પણ વધુ ડામ આપતા બાળકીની તબિયત સુધરવાના બદલે વધુ બગડી હતી. જેથી સિયાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીને પડખાના ભાગે અને પેટના ભાગે સાતથી વધુ ધગધગતી સોઇનાં ડામ આપતા બાળકી ચીસો પાડીને રડતી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application