ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ સોમવારે જાહેર થઈ ગયું છે.
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે.
સતત 5 વર્ષથી 100 % પરિણામ સાથે સમગ્ર બારડોલીમાં અગ્રસ્થાને..
બારડોલીના બાબેન ગામમાં આવેલ વસિષ્ટ જેનીસીસ સ્કુલ શરુઆતથી જ એસએસસી બોર્ડમાં સતત 100 % પરિણામ મેળવી શિક્ષણ જગતમાં આગવી કેડી કંડારી રહી છે. આ વર્ષે સમગ્ર રાજ્યનું એસએસસીનું પરિણામ 65.18 % આવ્યું છે, જયારે વસિષ્ટ જેનીસીસ સ્કુલનું 100 % પરિણામ આવ્યું છે, જેમાં આ વર્ષે શાળાના 63 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. તેમાં દરેક વિદ્યાર્થીઓ ખુબસારા માર્કસ સાથે ઉતીર્ણ થયા છે. જેમાં સિધ્ધપુરિયા હેત સુનીલભાઈ અને ચૌધરી પરી સુજીતભાઈએ 97 % સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જયારે પટેલ આયુષ કિરણકુમાર 96 % સાથે દ્રિતીય ક્રમાંક અને નાયક દેવ હેમંતભાઈ 95 % સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
આ ઉપરાંત ચૌધરી નૈસર્ગી કાશીરામભાઈ, પટેલ ક્રિષ્ના કિરણભાઈ, ચૌહાણ રિયા સુનીલભાઈ, ચૌધરી અદિતી દિનેશભાઈ એમ શાળામાં કુલ મળીને 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 24 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે. આ દરેક વિદ્યાર્થીને શ્રેષ્ટ પરિણામ મેળવવા બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરીયા, ડાયરેક્ટર રવિભાઈ ડાવરીયા અને વિજયભાઈ ડાવરીયા, એજ્યુકેશન એડવાઈઝર પરેશ સવાણી, આચાર્ય જતીનભાઈ વાઘાણી અને પ્રાથમિક વિભાગના આચાર્ય પરેશભાઈ ખોરાશીયાએ દરેક વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500