બારડોલીના બાબેન ગામે સસરાનાં બંધ મકાનનું તાળું ખોલી કબાટમાંથી એક લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરીમાં સંડોવાઈ જમાઈની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી સુગર ફેક્ટરીમાં નોકરીમાં નિવૃત્ત થયેલ હેમંતભાઈ ઈન્દ્રદેવભાઈ શુક્લા અને તેમનો પરિવાર બાબેન ગામનાં ગોપાલનગર વસાવતમાં રહે છે જોકે મકાનમાં આવેલા ઉપરના માળ ઉપર તેમની પુત્રી રૂપા અને તેનો પતિ અરુણભાઈ રામરાજભાઈ તિવારી વસવાટ કરે છે.
જ્યારે પુત્રી બાબેનની એક શાળામાં નોકરી કરે છે તથા જમાઈ સટ્ટા બજારમાં સંડોવાયેલો હોવાની જાણવા મળ્યું હતું. થોડા દિવસ પહેલા હેમંતભાઈ શુક્લાનો પરિવાર સ્વર્ગસ્થ માતાની વર્ષીક્રિયા માટે વતન ઉત્તરપ્રદેશ ગયો હતો. ત્યારે રહેઠાણની ચાવી પુત્રીને આપી હતી જેથી રાત્રિના સમયે સસરાના ઘરની ચાવીથી ઘર ખોલી કબાટમાંથી એક લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે પત્નીને કામ કરવા માટે જવાનું કહી જમાઈ જતો રહ્યો હતો.
તારીખ 24 એપ્રિલનાં રોજ સસરાનો પરિવાર વતનથી પાછો આવ્યો હતો અને બે ત્રણ દિવસ સુધી જમાઈને પુત્રીના ઘરમાં ન જોતા તેની પૂછપરછ કરી હતી. જયારે અગાઉ પણ 6 થી 7 વખત આ જ પ્રકારે ચોરીને અંજામ આપી ચૂકેલા જમાઈ ઉપર શંકા જતા સસરાએ ઘરમાં તપાસ કરતા દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું અને અવારનવાર ચોરીની કુટેવ ધરાવતા પતિથી ત્રાસેલી પુત્રીએ બારડોલી પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ આપી તેના પતિ વિરુદ્ધ ફરિયાદ આપી તેના પતિને યુક્તિ અને પ્રયુક્તિથી બારડોલી બોલાવી પોલીસને હવાલે કર્યો હતો અને તેને પોતે ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500