Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વનિતા વિશ્રામ ખાતે બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિત્તે જ્ઞાનસત્ર સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી

  • April 11, 2023 

ડો.બાબા સાહેબ આંબેડકર સામાજિક દાયિત્વ સમિતિ-સુરત દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે વનિતાવિશ્રામના શિવગૌરી હોલ ખાતે તા.૮મી એપ્રિલથી આયોજિત જ્ઞાનસત્ર સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચીફ ઇન્કમટેક્સ કમિશનર સુવચનરામ(I.R.S.) તથા અધિક પોલીસ મહાનિદેશક વી.એમ.પારગી (આઈ.પી.એસ) અને નિવૃત્ત I.A.S. અધિકારી આર.જે.પટેલે જ્ઞાનવર્ધક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે સમાજની ઉત્કૃષ્ટ સેવા બદલ ૭૩ જેટલી વિધવા બહેનોને પેન્સન અપાવનાર રેખાબેન સતિષચંદ્ર પટેલ, તેમજ માતાપિતા વિનાની નિરાધાર દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીનું તેઓની દીકરીઓએ સન્માન સ્વીકાર્યું હતું.






વંચિતોના વિકાસ માટે હંમેશા તત્પર રહેતા માનવબંધુ વિજયભાઈ મૈસુરીયા તથા કોરોનાકાળમાં દર્દીઓની ખૂબ સારી સેવા કરવા બદલ ડો.અશ્વિન વસાવા તેમજ ડો.માર્ટિન સહિત સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમિતિ તરફથી બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક રીતે "હું મારા સમાજને કેવી રીતે પાછુ આપી શકું? તે અંગે થઈ રહેલ કામગીરીની માહિતી આપવામાં આવી હતી. ડો.આંબેડકર લિખિત પુસ્તકો અને સાહિત્યનું સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ડો.આંબેડકરજીએ ગોળમેજી પરિષદમા આપેલ પ્રવચન તથા વિવિધ કાયદાઓ બનાવવા માટે ડો.આંબેડકરના પ્રદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application