સોનગઢના લીંબી ગામમાં ઢોરો ચરાવવા ગયેલા યુવક-યુવતી વચ્ચે થયેલ બબાલને લઈને બંને ઘરના સભ્યો વચ્ચે મારામારી બબાલ થઇ હોવાની ફરિયાદ પહેલા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કરવામાં આવી જોકે ત્યારબાદ પણ મામલો શાંત ન પડતા બબાલ ઉકાઈ પોલીસ મથકે પહોચતા પોલીસે બંને પક્ષોનો ફરિયાદના આધારે સામસામે ફરિયાદ દાખલ કરી હતી.
રોહિતભાઈ વિક્રમભાઈ કાથુડ અને રવીભાઈ વિક્રમભાઈ કાથુડ તેમજ વિક્રમભાઈ ગડીયાભાઈ કાથુડ સામે પોલીસે ગુનો દાખલ કર્યો
મળતી માહિતી અનુસાર સોનગઢના લીંબી ગામના સબસીડી ફળીયામાં રહેતી ૨૪ વર્ષીય યુવતી શુક્રવારે ઢોર ચરાવવા માટે ગઈ હતી. તે દરમિયાન ગામના જ દિલ્હી ફળીયામાં રહેતો રોહિતભાઈ વિક્રમભાઈ કાથુડએ આવીને પાછળથી યુવતીને બાથ ભરી લીધી જોકે યુવતીએ વિરોધ કરતા રોહિતે યુવતીને નીચે પાડી દીધેલ અને યુવતીના માથામાં બચકું ભરી કપડા ફાડવાની કોશિશ કરી હતી, જોકે સ્વબચાવમાં યુવતીએ પણ રોહિતને છાતીમાં બચકું ભરી પોતાને બચાવી ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે જતા જતા યુવતીએ રોહિતને કહ્યું હતું કે, હું મારા પપ્પાને કહી દઈશ ત્યારે રોહિતે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીએ બનાવ અંગે પરિવારજનોને જાણ કરતા યુવતી અને તેના માતા-પિતા ત્રણેય જણા રોહિતના ઘરે ગયા હતા જ્યાં રોહિતના મોટા ભાઈ તથા પિતાજીએ યુવતીને પિતા પકડી રાખી રોહિતે લાકડાના સપાટા માર્યા હતા બનાવ અંગે પહેલા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર યુવતીએ જાણ કરી હતી જોકે મામલો પોલીસ મથકે લઇ આવતા યુવતીની ફરિયાદના આધારે લીંબી ગામના દિલ્હી ફળીયામાં રહેતા રોહિતભાઈ વિક્રમભાઈ કાથુડ અને રવીભાઈ વિક્રમભાઈ કાથુડ તેમજ વિક્રમભાઈ ગડીયાભાઈ કાથુડ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
યુવતી અને તેના પિતા-દાવીદભાઈ દેવજીભાઈ વસાવા અને માતા-ઇજનાબેન દાવીદભાઈ વસાવા વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો
જોકે રોહિતભાઈ વિક્રમભાઈ કાથુડએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અનુસાર તેઓના ખેતર નજીક ગામના જ સબસીડી ફળીયામાં રહેતી યુવતી ઢોર ચરાવતી હોય ખેતર નજીક લાવવા માટે ના પાડતા યુવતીએ તું મેન કેમ એવું કહે છે ?? તેમ કહી યુવતીના હાથમાં રહેલ લાકડી વડે રોહિતને મારતા રોહીતે પણ સામે યુવતીને ગાલ પર થપ્પડ મારી હતી. જેના કારણે યુવતીએ રોહિતને છાતીના ભાગે કરડી લીધું હતું, જોકે સાંજના સમયે યુવતી અને તેના માતા-પિતા રોહિતના ઘરે આવ્યા હતા અને કઇંક પણ બોલ્યા વિના રોહિતને લાકડીને સપાટા મારવા લાગ્યા હત. જોકે રોહિતને બચાવવા તેના માતા-પિતા વચ્ચે પડતા જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવતી અને તેના માતા-પિતા નાશી ગયા હતા. આ મામલે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા રોહિતને પોલીસ મથકે લઇ આવવામાં આવ્યો હતો. જ્યાં રોહિતના શરીરે પહોંચી હોવાથી સોનગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે રોહિતભાઈ કાથુડની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે યુવતી અને તેના પિતા-દાવીદભાઈ દેવજીભાઈ વસાવા અને માતા-ઇજનાબેન દાવીદભાઈ વસાવા વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો. આમ ઉકાઈ પોલીસે આ મામલે સામસામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500