સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો જવાન એક છોકરીની પજવણી કરતો જોવા મળે છે. આ ઘટના મણીપુરના ઇમ્ફાલમાં આવેલા એક ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં બની હતી. આ ઘટના અંગે પગલા ભરતા BSFએ છેડતીખોર હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. પજવણી કરનાર BSF જવાન સામે ઇમ્ફાલમાં છેડતીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી મુજબ આ ઘટના 20 જુલાઈના રોજ ઈમ્ફાલમાં પેટ્રોલ પંપ પાસેની એક દુકાનમાં બની હતી. આરોપીની ઓળખ હેડ કોન્સ્ટેબલ સતીશ પ્રસાદ તરીકે થઈ છે. તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને કેસ પણ નોંધવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, BSFએ તેની સામે આંતરિક તપાસ પણ શરૂ કરી છે.અધિકારીએ વધુમાં કહ્યું કે આ પહેલા થૌબલ જિલ્લામાં બે મહિલાઓનો નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાના કેસમાં અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક સગીરનો સમાવેશ થાય છે. રાજ્ય પોલીસ બાકીના ગુનેગારોને ઓળખવાના તમામ પ્રયાસો કરી રહી છે જેમની ઓળખ કરવામાં આવી છે.દરમિયાન, મણિપુર પોલીસ દાવો છે કે જાતીય હિંસા સંબંધિત ઘણી ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ પીડિત ઉપલબ્ધ ન હોવાને કારણે એફઆઈઆરની તપાસ પણ આગળ વધી રહી નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરી રહ્યા છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500