ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો ખુબજ આઘાતજનક રીતે યથાવત છે. ત્યારે નવસારીના ગણદેવીનાસાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ગણદેવી તાલુકાના સાલેજ ગામની પ્રાથમિક શાળાના બુથ ઉપર ફર્નિચરની સુવિધા જોવા ગયા હતા એ દરમિયાન અચાનક ઢળી પડતા તેમને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા,જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કરતા તેમનો પરિવાર તેમજ સ્ટાફના લોકો ભારે શોકમાં ગરકાવ થયા છે.
નવસારીના ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે. પ્રોફેસર રાજેન્દ્ર પટેલ ગણદેવીના સાલેજ ગામમાં બુથ પર ફર્નિચરની સુવિધા જોવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન અચાનક ઢળી પડ્યા, જે બાદ હાજર લોકોએ પ્રોફેસરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક રાજેન્દ્ર પટેલ બી.પી.બારીયા કોલેજમાં ગણિત વિષયમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં હતાં. પ્રોફેસરના અવસાનથી કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application