કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું કે,ગત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તેમાં મોટા ભાગના વચનો પુર્ણ કરવામાં આવ્યા છે તો જે વચનો બાકી છે તે સંકલ્પો પુરો કરવાના પ્રયાસો ચાલુ છે તે સિવાચ ભાજપે જે વચનો નથી આપ્યા છતા જનતાની અપેક્ષાને પુર્ણ કરવામા ક્યાંય કચાસ બાકી રાખી નથી. જનતાને આપેલા વચનો ભાજપ હમેંશા પુર્ણ કરે છે અને એટલે જ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તા આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી.
પાટીલ વધુમાં જણાવ્યું કે,આ વખતની વિઘાનસભામાં ગુજરાતની જનતા ઐતિહાસીક બેઠક આપશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે.
ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ નથી આપવાની-પાટીલ
પાટીલ એ જયનારાયણ વ્યાના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે,જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટીકિટ આપી હતી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટીકિટની અપેક્ષા નહી હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે.પાટીલ એ ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે,ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ નથી આપવાની.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500