Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપ 182 વિધાનસભાના કુલ 50 લાખ કાર્યકર્તાઓ સાથે સ્નેહલમિલન કરશે

  • October 16, 2022 

ગુજરાત ગૌરવ યાત્રામાં દરરોજ 03 જાહેર સભા એટલે કે 05 યાત્રામાં 15 જાહેર સભા,07 સ્વાગત સભા એટલે કે કુલ 35 સ્વાગત સભાઓ અને 10 સ્થળોએ સ્વાગત પોઈન્ટ એમાં કુલ 50 સ્વાગત પોઈન્ટ આમ એક દિવસે 90 સ્થળો ઉપર ગુજરાત ગૌરવ યાત્રા થકી ભારતીય જનતા પાર્ટીનો જન સંપર્ક કરે છે. દરેક યાત્રામાં દીકરીઓ અને બહેનો બેડા સાથે યાત્રાનું સ્વાગત કરે છે અને રથ ઉપર કુમકુમ તિલક કરી ભાવ સાથે આવકાર આપે છે. ગુજરાત ગૌરવ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઇને અલગ અલગ રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના સામાજીક આગેવાનો ભાજપમાં જોડાય છે.




આ અંગે જણાવતા બીજેપી નેતા ગોરધન ઝડફિયાએ વધુમાં જણાવ્યુ કે,આગામી નુતનવર્ષમાં જીલ્લા-મહાનગર તેમજ વિધાનસભા સહ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવશે.વિધાનસભા દીઠ આશરે 30 થી 35 હજાર કાર્યકર્તાઓ એટલે 182 વિધાનસભાના કુલ 50 થી 60 લાખ કાર્યકર્તાઓ સાથે સ્નેહલમિલન કાર્યક્રમ ઉપરાંત 05 વિધાનસભાના કલસ્ટર પ્રમાણે દરેક મોરચાના સ્નેહમિલન કાર્યક્રમ યોજી દરેક વર્ગ,જાતિ અને સમુદાય સાથે ભારતીય જનતા પાર્ટી સંપર્ક કરશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં કેન્દ્ર તેમજ રાજ્યના નેતાઓ કાર્યકર્તાઓને સંબોધન કરી માર્ગદર્શન પૂરું પાડશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application