ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી લીધી છે. મિશન 2022 અંતર્ગત ભાજપ નેતાઓથી લઈને અભિનેતાઓને સ્ટાર પ્રચારો તરીકે ઝંઝાવાતી પ્રચાર માટે ઉતારશે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના સીએમથી લઈને ભાજપ સાથે જોડાયેલા સાંસદ એવા અભિનેતાઓને પણ પ્રચારમાં ઉતારશે.
14 નવેમ્બરથી પ્રચાર શરુ થશે
ભાજપ દ્વારા રેલીઓ અને સભાઓ પ્રચાર હેતુથી શરુ કરવામાં આવશે. જેમાં યુપીના સીએમથી લઈને મધ્યપ્રદેશના સીએમ તેમજ ભાજપના સ્ટાર પ્રચારકો આવશે. તમામ 182 બેઠકો પર તેઓ પ્રચંડ પ્રવાસ કરશે. આ વખતે 150ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને એડીચોટીનું જોર લગાવવામાં આવશે.
પીએમ મોદી અમિત શાહ 40 જેટલી સભા ગજવશે
20થી વધુ સભાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગજવશે. દેશભરમાં સૌથી મોટો ચહેરો એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે ત્યારે તેઓ 20થી વધુ સભાઓ કરશે. આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ 20 જેટલી સભાઓ ગજવશે. બન્ન ગુજરાતથી છે અને અહીંની રાજનીતિની ખૂબ સારી રીતે જાણે છે જેથી પ્રચારમાં વિવિધ મુદ્દાઓ જોવા મળશે.
માર્ચ મહિનાથી ભાજપની છે પ્રચારની તૈયારી
ખાસ કરીને ભાજપે બહું પહેલાથી જ પ્રચારનો પ્રચંડ પ્રારંભ કરી દીધો છે. માર્ચ મહિનાથી પ્રચાર ચાલી જ રહ્યો છે ત્યારે આખરી ઘડીમાં ભાજપ જોમ જોશ પુરવા માટે તેમના સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતારશે. જો કે, વિવિધ રાજ્યોના પ્રચારકો અત્યારે તમામ 182 બેઠકો પર અગાઉ પણ પ્રચાર કરી ચૂક્યા છે ત્યારે મોટી સભાઓ ગજવતા નેતા પણ જોવા મળશે.
દરેક નેતા 20થી વધુ સભાઓ કરશે
પીએમ મોદીઅમિત શાહજેપી નડ્ડાયોગી આદિત્યનાથરાજનાથસિંહનિતીન ગડકરીસ્મૃતિ ઈરાનીભૂપે યાદવશિવરાજસિંહ ચૌહાણદેવેન્દ્ર ફડળવીસહેમા માલિનીમનોજ તિવારીઅન્ય મોટા બીજેપી નેતા
આપ અને કોંગ્રેસની સામે લડવા ભાજપની છે પ્રચાર નિતી
ભાજપ શાસિત ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. 2017ની ચૂંટણીમાં ભાજપે કુલ 182માંથી 99 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ વખતે ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો થશે કારણ કે આમ આદમી પાર્ટી રાજ્યમાં જબરદસ્ત પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ભાજપે પણ તેના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી દીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500