વલસાડમાં વાપીના રાતા ગામમાં ફાયરિંગમાં એકનું મોત થવાની ઘટના સામે આવી છે. જેમાં વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ફાયરિંગમાં હત્યા કરવામાં આવી છે. માહિતી અનુસાર, ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.તેમજ એવી પણ માહિતી આપવામાં આવી રહી છે કે, જૂની અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે પણ તપાસ ઝડપી બનાવી છે. શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિર દર્શન કરવા ગયા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોચરવા ગામના વતની શૈલેષ પટેલ રાતામાં આવેલા મંદિરમાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર મંદિરમાં જઇને દર્શન કરી રહ્યો હતો. જ્યારે શૈલેષ પટેલ તેમની કારમાં અંદર બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યુ હતુ. આ લોકો ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા.
બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા
ફાયરિંગમાં શૈલેષ પટેલ કારમાં જ ઢળી પડ્યા હતા. તેમને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. આ ઘટના બાદ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500