ચૂંટણી ટાંણે પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ચૂંટણી બાદ ભાજપે એકસાથે આ 3 સભ્યોને સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરોધી ગતિવિધિઓને લઈને ભાજપ પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં ઘણા નેતાઓની ટિકિટ કપાઈ,ઘણા નેતાઓ અપક્ષ ઊભા રહ્યા કેટલાકે રાજીનામું આપ્યું. ત્યારે એક એવા નેતાની ચર્ચા છે જે તે પાર્ટીમાં રહીને પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. રાજ્ય આદિજાતિ મોરચાના સભ્ય મહેશ પટેલ તેમજ સંજય સોની,કૌશિક વસાવાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિઓને ઉશ્કેરવા બદલ તાપી જિલ્લા ભાજપે ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં કોર્પોરેટર સંજય સોની,પ્રદેશ આદિજાતિ મોરચાના સભ્યો મહેશ પટેલ અને કૌશિક વસાવાનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ કડકાઈ દાખવી છે. અગાઉ અપક્ષમાંથી દાવેદારી નોંધાવનારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકીય પક્ષોના અનેક નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે. ત્યારે તેમને બળવો કરતા પાર્ટીએ આ રુખ અપનાવ્યો હતો ત્યારે તમામ પ્રકારની નજર હજુ પણ રાખવામાં આવી રહી છે તેવામાં તાપી જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખએ પક્ષ વિરોધી પ્રવૃતિઓ ભડકાવવા બદલ આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે.જેમાં કાઉન્સિલર સંજય સોની,પ્રદેશ આદિજાતિ મોરચાના સભ્ય મહેશ પટેલ અને કૌશિક વસાવાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500