રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 જેટલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ ભવ્ય સફળતા બાદ બીજા તબબકાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ડાંગ જિલ્લાના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં ભવ્ય રોડશો કરી રંગઉપવન ખાતે પહોંચી જાહેર સભા સંબોધી હતી.
રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ હવે બીજા તબક્કામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર ભગવો લહેરવવાના લક્ષ સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ રેલીઓ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે ડાંગ જિલ્લામાં પહોંચેલા પ્રદેશ અધ્યક્ષનું ભાજપના યુવા કાર્યકરોએ ભવ્ય રોડશો દ્વારા સ્વાગત કર્યું હતું. રોડશો માં સામેલ થઈને આહવાના રંગ ઉપવન ખાતે જાહેરસભા સ્થળે પહોંચેલા સી.આર.પાટીલનું આદિવાસી પરંપરા મુજબ પાવરી નૃત્ય સાથે સ્વાગત થયું હતું.
જાહેરસાભમાં ડાંગ ની પ્રજાને સંબોધતા સી.આર.પાટીલે કેન્દ્રસરકારની યોજનાઓ વિશે માહિતી આપતા કલમ 370 અને રામ મંદિર માટે પ્રધાનમંત્રી એ કરેલ ઐતિહાસિક નિર્ણયો સાથે આદિવાસીઓ ના ઉત્થાન માટેની વિવિધ યોજનાઓ ગણાવી હતી. જેમાં જંગલ જમીન, ઉજવાલા યોજના, અને ઘર ઘર શૌચાલય ની વાતો કરી હતી સાથે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર વાંચનો આપતી હતી જ્યારે ભાજપની સરકાર કામ કરવામાં માને છે.
વધુમાં કહ્યું હતું કે ડાંગ જિલ્લામાં મતદારો હવે જાગૃત થયા છે અને સમજતા થયા છે ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર જંગી બહુમતીથી ભાજપનો વિજય થશે એ મને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં હોય પ્રદેશ અધ્યક્ષ ની ડાંગ જિલ્લા મુલાકાત કાર્યકર્તાઓમાં જૉમ જુસ્સો વધાર્યો હતો.સભામાં અભૂતપૂર્વ જન મેદની ના પગલે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો હતો.
આ કાર્યક્રમમાં સંસદ કે.સી.પટેલ,ધારાસભ્ય વિજયભાઈ પટેલ ,સુરત પશ્ચિમ ના ધારાસભ્ય પૂરણેશ મોદી,દશરથભાઈ પવાર,હરિરામ સાવંત,કિશોરભાઇ ગાવીત,રાજેશભાઈ ગામીત,બાબુરાવ ચૌર્યા,માજી ધારાસભ્ય મંગળ ગાવીત,ઘનશ્યામભાઈ પટેલ,રમેશ ડોન સહિત કાર્યકરો ,આગેવાનો,શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(વનરાજ પવાર દ્વારા આહવા-ડાંગ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500