નવસારી જિલ્લા ની ચારેય વિધાનસભા બેઠકો ઉપર કબજો કરવા ભાજપે એડી ચોટી નું જોર લગાવ્યું હતું.પરંતુ વાંસદા બેઠક ઉપર ભગવો લેહરાવવા નું ભાજપ નું સ્વપ્ન રોળાયું હતું. પરંપરાગત ગણાતી વાંસદા બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી.
નવસારી જિલ્લાને સંપૂર્ણ ભગવા રંગે રંગી નાખવાનું ભાજપ નું સ્વપ્ન ફરી એક વાર રોળાયું છે. કોંગ્રેસ નો ગઢ ગણાતી વાંસદા બેઠક કબજે કરવા ભાજપે એડી ચોટી નું જોર લગાવ્યું હતું. વાંસદા બેઠક ઉપર ભાજપે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત અને નાયાબ મામલતદાર તરીકે નોકરી છોડી રાજકારણમાં આવેલા પિયુષ પટેલ ને ટીકીટ આપી હતી. જેમને જીતાડવા માટે સમગ્ર જિલ્લા ભાજપ સંગઠન સહિત મોવડી મંડળ પણ કામે લાગ્યું હતું. બેઠકો સભાઓ અને પ્રચંડ રેલીઓ નો દોર ચલાવી ભાજપે આદિવાસી મતદારો ને પોતાના તરફ આકર્ષવાના તમામ પૂરતા પ્રયાસ કર્યા હતા.
ત્યારે ભાજપ ના ઉમેદવાર પિયુષ પટેલ તેમજ ભાજપ સંગઠન દ્વારા વાંસદા બેઠક કબજે કરવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉમેદવાર પિયુષ પટેલ ને જીત ના આશીર્વાદ આપ્યા હતા. પરંતુ જનતા નો જનાદેશ પ્રાપ્ત કરવામાં ભાજપ વાંસદા બેઠક ઉપર ફરી એકવાર નિષ્ફળ રહ્યું હતું.
કોંગ્રેસ નો ગઢ કબજે કરવા ભાજપે તમામ પ્રયત્નો કર્યા હોવા છતાં ફરી એકવાર હાર નો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર આદિવાસી પટ્ટા ઉપર આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલ ને જંગી જન સમર્થન મળ્યું હતું. મત ગણતરી શરૂ થતાં જ અનંત પટેલ લીડ મેળવી આગળ ચાલી રહ્યા હતા. ત્યારે ગણતરી ના તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કોંગ્રેસ ના ઉમેદવાર અનંત પટેલ 33942 મતો ની જંગી લીડ સાથે વિજેતા જાહેર થયા હતા. તેમની જીત ને સમર્થકો એ ઉત્સાહભેર વધાવી લીધી હતી.અને જીત બાદ ચીખલી તાલુકા ના રાનકુવા થી વાંસદા તરફ રેલી સ્વરૂપે જતા સમર્થકો એ વિજ્યોત્સવ ની ઉજવણી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500