ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સુફડાસાફ કરી જંગી લીડ થી વિજય મેળવવા મહત્વની ભૂમિકા નિભાવનાર આદિવાસીઓ ના મસીહા કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને અશોકભાઈ ધોરજીયાનું ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ અને આહવામાં ડાંગ ભાજપ સંગઠન અને હોદ્દેદારોએ ઉમળકાભેર સ્વાગત કરી બહુમાન કર્યું હતું.
આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવવા સજ્જ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સોમવારે જિલ્લા સંગઠન તેમજ વિવિધ મોરચા,અને ચૂંટાયેલા સભ્યો સાથે તબક્કાવાર બેઠક યોજી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત શાસન બનાવી જંગી બહુમતી થી ચૂંટણી જીતવાનો આહવાન કર્યું હતું. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા અને અશોકભાઈ ધોરજીયા ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જિલ્લા હોદ્દેદારો,મહિલા મોરચા,ચૂંટાયેલા સભ્યો સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિ માં યોજાયેલ બેઠકોમાં આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની વ્યહરચના સાથે વિકાસકીય કામોની સમયસર શરૂઆત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. પેટા ચૂંટણી પહેલા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના કરાયેલા ખાતમુહર્ટ ને પ્રાથમિકતા આપી શરૂ કરવા સૂચનો આપવામાં આવી હતી.
હાલમાં કોરોના મહામારી વચ્ચે પાર્ટીમાં પ્રસાર પ્રચારનું મહત્વનું ભાગ ભજવનાર સોસીયલ મીડિયા,આઇટી સેલ,મીડિયાની ભૂમિકાની અંગે મંત્રીએ બિરદાવી હતી.હાલના સમયમાં સોસીયલ મીડિયા સક્રિય ભૂમિકા ભજવી હોય વધુમાં વધુ યુવાઓ જોડાય અને સરકારની વિકાસકીય યોજનાની માહિતીઓ લાભાર્થી ઓ પાસે પહોંચાડવા માર્ગદર્શક બને તેવી આશા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમ માં ત્રણેય તાલુકાના મીડિયા,આઇટી સેલ,અને સોસીયલ મીડિયા ના યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સોમવારે તબક્કાવાર યોજાયેલી બેઠકોમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,મહામંત્રીઓ કિશોરભાઈ ગાવીત,રાજેશભાઇ ગામીત,હરિરામ સાવંત,માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,દિલીપભાઈ ચૌધરી, ઘનશ્યામભાઈ પટેલ,માજી ધારાસભ્ય મંગળ ગાવીત,આઇટી સેલ ગિરીશ મોદી,હીરાભાઈ રાઉત,તાલુકા જિલ્લા પંચાયત ના સભ્યો મહિલા મોરચા,સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500